About GujjuGEEK

ગુજ્જુગિક ! નામ એ હાલ પુરતું નવું નવું છે પણ અમારું આ નામ ધીમે ધીમે તમારા માટે એક ઘરના સભ્ય જેવું થઇ જશે .હાલ અમારી આ શરૂઆત છે . અમે પેહલા દિવાળીના દિવસો માં પણ વેબસાઈટ શરુ કરી હતી પણ અમુક કારણોસર તે બંધ કરી હતી અને હવે નવા વિચારો અને નવો જ કોન્સેપ્ટ લઈને ફરીથી આ પગલું ભર્યું છે .

આ વેબસાઈટમાં વિશેષ શું ? 

  • પ્રાથમિક ઉપયોગ , તમારા ઘરે આવતાં મેગેઝિનની જેમ આ પણ એક વેબસાઈટરૂપી મેગેઝિન છે . જેના મારફતે અમે દુનિયાની નવી ટેકનોલોજી, ગુજરાતી સાહિત્ય વગેરે સાથે તમને જોડાયેલાં રાખીશું .
  • આ વેબસાઈટ પર જેટલા પણ ટેકનોલોજીકલ લેખ હશે એને અમે ઓડિયો અને PPT , PDF , DOC જેવાં ઉપયોગી ફોરમેટમાં પણ ઉપલબ્ધ કરીશું.
  • આ વેબસાઈટ પર અમે ગુજરાતી ભાષામાં પ્રખ્યાત કંપનીઓ , હસ્તીઓ જેવી વિશેષ માહિતીનો ડેટાબેઝ બનાવીશું .
  • ગુજ્જુગિક પર તમે પણ તમારો લેખ પ્રકાશિત કરી શકશો .(હાલ પુરતું, તમારે જો લેખ પ્રકશિત કરવો હોય તો તમે અમારો સંપર્ક કોન્ટેક્ટ પેજ પર જઈ કરી શકો છો .)

આ ઉપરાંત જેમ જેમ…..તમારો સહકાર વધશે  …તેમ તેમ નવીન પ્રયાસો શરુ કરીશું .

આ કોન્સેપ્ટનો ફાયદો શું ? 

અમારો આ વિચાર એવા લોકોને બહુ જ ગમશે જે લોકો ને ગુજરાતી મેગેઝિન વાંચવાનો બહુ જ શોખ હોય, જેમને ‘ English’ માં થોડી કચાસ રેહતી હોય , આ ઉપરાંત પણ ઘણાં લોકોને કામ આવશે.

આમાંથી ટેકનિકલ લેખ જેટલા પણ હશે એને અમે  PDF, PPT ,DOC અને ઓડિયો જેવી ફોરમેટમાં પ્રકાશિત કરીશું .જેથી કરીને તેને તમે તમારાં પ્રોજેક્ટ માં પણ ઉપયોગ માં લઇ શકશો .જો ઓડિયો ફોરમેટમાં હશે તો , ગામની ભાગોળે બેઠેલા વૃદ્ધ વડીલો પણ સાંભળી શકે.

આ ઉપરાંત થોડાં સમય બાદ એક એક કરીને નવા લેખકોને અમારી ટીમમાં સામીલ કરીશું. જેઓ જે-તે અલગ અલગ કેટેગરીમાં તેમના લેખ પ્રકાશિત કરી શકશે .

ઉપર જણાવ્યું એ મુજબ , અમે મોટી મોટી કંપનીઓ અને હસ્તીઓની માહિતી વાળો એક મોટો ડેટાબેઝ બનાવીશું .જેથી કરીને તમને ગમે ત્યારે માહિતી જોઈતી હોય તો અહિયાં જ ઉપલબ્ધ રહે !

બીજા , ઘણાં બધા પ્લાનિંગ અમે કરેલાં છે .