ઈન્ટરનેટ તો બધા વાપરે છે પણ શું તમે જાણો છો તેના પણ પ્રકાર છે ? ?  હા મિત્રો ઈન્ટરનેટ ના પણ પ્રકાર છે . આપણે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ જેના થકી તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તે કુલ ઈન્ટરનેટ નો માત્ર ૫% ભાગ રોકે છે, તો બાકી નું ઈન્ટરનેટ  !! હા તે છે ડીપ વેબ અને ડાર્ક વેબ તેને જ  આપણે છુપું ઈન્ટરનેટ કહીશું.

ઈન્ટરનેટ ના પ્રકારો:

  1. સર્ફેસ વેબ
  2. ડીપ વેબ
  3. ડાર્ક વેબ

 

આવો જાણીએ આ ૩ પ્રકાર ના ઈન્ટરનેટ વિષે.

[૧] સર્ફેસ વેબ (Surface Web): 

આપણે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ ગુગલ, ગુજ્જુગિક, ફેસબુક કે યુટ્યુબ આ બધું સર્ફેસ ઈન્ટરનેટ છે તે કુલ ઈન્ટરનેટ નો માત્ર ૫% ભાગ રોકે છે . તેના પર ની માહિતી કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે મેળવી શકે છે .

[૨] ડીપ વેબ (Deep Web):

૯૫% ઈન્ટરનેટ નો ભાગ ડીપ વેબ રોકે છે જેમાં તમામ ગુપ્ત દસ્તાવેજ, સરકારી ફાઈલો, આર્મી ની માહિતી, મોટી કંપની ની ગુપ્ત માહિતી થી લઇ ને તમારી ગુગલ ડ્રાઈવ પર ના ડેટા નો સમાવેશ થાય છે . આ માહિતી સામાન્ય રીતે મેળવી નથી શકાતી તેના માટે યોગ્ય લોગીન ડીટેલ ની જરૂર પડે છે.

[૩] ડાર્ક વેબ (Deep Web):

ઈન્ટરનેટ પર નો કાળો ડાઘ એટલે ડાર્ક વેબ તેના પર તમામ પ્રકાર ના ખોટા કામ થાય છે જેવા કે દૃગ્સ અને હથિયારો ની લેવડ-દેવડ થી લઇ ને બધુજ ખોટું જે શક્ય હોય. આ પ્રકાર  ની વેબસાઈટ  સામાન્ય રીતે એક્સેસ કરી શકાતી નથી તેના માટે ખાસ પ્રકાર નું  નેટવર્ક જોઈએ (VPN= Virtual Private Network) જે તમારા IP  ને બદલી ને તમને આ પ્રકાર ની સાઈટસ ખોલી આપે છે પરંતુ આ ઈલીગલ છે તમને આ કરવા બદલ સજા પણ થઇ શકે છે.

આ પોસ્ટ માત્ર સમજણ પુરતી છે ડાર્ક વેબ નો ઉપયોગ કરવા ક્યારેય પ્રયત્ન પણ ના કરશો.