what-next ગુજ્જુગિક ગુજ્જુગિક
what-next ગુજ્જુગિક ગુજ્જુગિક

મારી પોતાની જ વાત કહું …જયારે હું ધોરણ ૧૦માં આવ્યા ત્યારે મારી મમ્મી કેહતી હતી કે બસ આટલું વર્ષ જ છે ને,પછી ફરજે..રખડજે ! પછી ૧૨માં માં આવ્યા ત્યારે જ બસ આજ વાત ફરથી. પછી કોલેજ આવ્યા એટલે પણ આજ વાત ફરીથી. અને મને પણ હવે એક સવાલ ગૂંચવી રહ્યો છે કે કોલેજ પૂરી કર્યા પછી…હવે શું ? 

તમે પણ ૧૦મુ પૂરું કર્યા પછી, ૧૨મુ પૂરું કાર્ય પછી અને કોલેજ પૂરું કર્યાં પછી પણ તમને એક સવાલ જોરદાર ગૂંચવી રહ્યો હોય જ …કે “હવે શું ?”

મને આ વિચાર પણ ઉપર જણાવ્યું એ જ વાસ્તવિકતામાં થી આવ્યો. ખરેખર આ સવાલ નાનો છે. પણ તમે જ છેડે ઉભા હોવ …ત્યારે પણ આ તમે તમારા મન ને પુછજો કે  હવે શું ? પછી એનો જવાબ જો તમે જે ફિલ્ડમાં રુચિ ધરાવતા હશો એમાં જ આગળ વધી રહ્યા છો તો તમને આ સરળ લાગશે. પણ તમે કોઈના કહ્યા મુજબ તમારા કેરિયરના રસ્તા પકડ્યા છે તો તમે આ સવાલનો મુદ્દાસર અને ચોપડાના પાને પાના ભરી નાખશો. પણ એ વિચારવામાં તો તમારે ખુબ જ તકલીફ પડશે. બસ,મારે આજે આજ સવાલની વાત કરવી છે. હવે શરુ કરીએ. એક વાત પેહલા જણાવી દઉં, કે હું કોઈ જ્ઞાનીબાબા નથી કે કહું કે આ લખ્યું છે એમ કરો. આ તો હું મારો અનુભવ, અને વિચારો રેડું છું. તમે અનુસરો કે ના અનુસરો મને કોઈ જ વાંધો નથી ! 

કોલેજો,શાળાઓ બાલમંદિર વગેરે ખાસ કરીને જુન કે જુલાઈના શરૂઆતમાં શરુ થઇ જશે. પણ હવે તમે તમારા જીવનના ફ્લેશબેકમાં જાઓ. નીચે જે વાત કરું એ તમારા ફ્લેશબેકનો એક હિસ્સો જ હશે.

ભારત,જે આજે કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે. તે હવે પછીના આવનારા ભવિષ્યમાં મને લાગે છે કે “ડીગ્રીપ્રધાન” દેશ તરીકે ઓળખાશે. કેમ કે આજે બેકારીએ એવી આપત્તિ કરી છે કે ડીગ્રીવાળાને પણ ઘરે બેસવાનો વારો આવે છે. અમુક લોકો પોતાના વારસામાં મળેલી સંપતિના કારણે કઈ નોકરી કે ધંધો નથી કરતા. કેટલાક લોકો પાછા એવા હોય છે કે એન્જીનિયરીંગ ની ડીગ્રી પછી,MBA કરશે અને પછી બેંકમાં નોકરી કરશે. અલ્યા ભાઈ પણ તારે બેંકમાં જ કામ કરવું હતું તો તે એક વિદ્યાર્થીની સીટ વ્યર્થ કાઢી.

તમારા ધ્યાનમાં એક વાત નજરમાં આવી હશે કે વર્ષેને વર્ષે કોઈ પણ પરીક્ષાનું રીઝલ્ટ નીચું થતું જાય છે. એનું કારણ ,ખોટ પાયામાં જ છે. તો હવે પાયા તરફ પણ નજર કરો…

શરૂઆત થાય,૩-૪ વર્ષના નાના બાળકથી …જેની ઉંમર હજુય રમવાની અને બાળપણનો આનંદ ઉઠાવાની છે,તેને પ્રી-સ્કુલ, નર્સરી ને કેવી કેવી જગ્યા એ તગેડી મોકલાય છે. એ બાળક જ શું , કે જેનું બાળપણ છીનવી દેવાયું હોય ? આનાથી પણ ખરાબ હાલત પ્રાથમિક શાળામાં ભણતા ટાબરિયાઓની . 

તમારી આસપાસ કોઈ ગામની સરકારી પ્રાથમિક શાળા હોય ત્યાં એક વાર નજર કરી આવજો. મોટાભાગના ૮૦-૯0% વિદ્યાર્થીઓને તમારા સરળ સવાલોના જવાબ,વાંચતા-લખતા નહી આવડતું હોય. કેમ ? કેમ કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થી લખે કે ના લખે તેમણે ધક્કા મારી મારીને સાત કે આઠ પાસ કરાવી આગળ ભણવા મોકલાય છે. ખરેખર મૂરખ તો સરકારનો આવો નિયમ જ છે.

હવે વાત કરીએ મહેનતુ હાઈસ્કુલના શિક્ષકો,જે આ ધક્કા ખાઈ ખાઈને આવેલા વિદ્યાર્થીને પણ દસ સુધી પહોંચાડી આપે છે. એમના પરસેવા રેડાય ત્યારે માંડ માંડ દસમાં ધોરણ સુધી પહોંચે છે. હવે શું ? ઘરે થી માતા-પિતા ની સલાહ મળે કે …બસ આટલું વર્ષ જ ભણવાનું છે ને ,પછી જજે ને ફરવા,રખડવા મસ્તી કરવા. પછી કદાચ ભૂલથી પણ જો દીકરો પાસ થઇ જાય તો એજ સાવાલ ફરીથી … હવે શું ?

હવે આવા વિદ્યાર્થીઓ પોતાની જાતે કોઈ નિર્ણય લેતા જ નથી . તેઓ લોકોના નિર્ણયને પ્રાધાન્ય પહેલું આપે છે. તેઓ ઘરેથી કોઈ સગા-વ્હાલાં, કે એના મિત્રોને અનુસરીને નિર્ણય લેવાય છે. તેનો જાતે કોઈ નિર્ણય જ નથી હોતો કે આર્ટસ,કોમર્સ અને વિજ્ઞાન જેવા વિષયોમાંથી કયા પ્રવાહમાં જવું, કે ડીપ્લોમાં કરવું એ નિર્ણય પણ લોક નિર્ણય. 

ચાલો હવે,તેણે ૧૧માં એડમીશન લઇ પણ લીધું. બારમુ પાસ કર્યું…પણ હવે શું ? ફરથી હવે લોકનિર્ણય ! વિદ્યાર્થી આટલો મોટો થયો તો પણ લોકનિર્ણયની સહાય લેવી પડે.

કોલેજમાં થી ડીગ્રી પણ મળી ગયી, હવે શું ? ખરીમુર્ખામી તો હવે થાય. ત્રણ કે ચાર વર્ષ …ભણવાના કરતા ..એસાઈમેન્ટ લખવામાં પારંગત થઇ જાય છે. જો ત્રણ વર્ષ લખ્યું છે તો તું ભાઈ હવે કોઈ જગ્યાએ લેખકની કે કોઈ લખવાની જ તારી કાબિલિયત છે ભાઈ ! ભારતની શિક્ષણ વ્યવસ્થા બસ …આવા નવા લેખકોને બહાર લાવે છે. 

કોલેજ પૂરી થઇ ગયી ? હવે ખરે ખર શું ?

હવે આપણે આખા લેખના મુખ્ય મુદ્દા પર આવ્યા ,કે સાલું કોલેજ પૂરી થાય પછી શું ?  આ સંજોગમાં લોક-નિર્ણય પર ધ્યાનના અપાય. અહીં થી તો જીંદગીનો મુખ્ય દોર ચાલુ થાય છે. તમારે અને મારે કોઈ પણ હોય, આ સમયે તમારે માથે જવાબદારીઓનું ટોપલું પણ રાખવું પડે. હવે આ સમયે આ સવાલ ખુબ અઘરો થઇ જાય કે હવે શું ? મારા મતે શક્યતાઓ … માસ્ટર ડીગ્રી, નોકરી, ધંધો, કોઈ કોર્સ કે પછી નવરા બેસી રેહવાનું ઘરે ! અમુક લોકો બેચલર પછી માસ્ટર ડીગ્રી કરવી કે ના કરવી એ જ વિચારવામાં વર્ષતો ઘરે બેસી રહે છે. 

અમુકને એમ હોય છે કે નોકરી ઇન્ટરવ્યુ ના પેહલા પ્રયત્ને મળી જવી જોઈએ. પણ ભાઈ …જેક મા (અલીબાબા ગ્રુપના સ્થાપક) જેવા ચીનના સૌથી ધનવાન વ્યક્તિ પણ એક સમયે ઇન્ટરવ્યુના ધકકા ખાતા હતા. તમને નવાઈ લાગશે…પણ તેમણે પોતાની કંપનીની શરૂઆત ૩૨ વર્ષની ઉંમરે કરી હતી. એટલે તમે એમ પણના સમજતા કે બેચલર પૂરું કાર્ય પછી હાલને હાલ નોકરી મળવી જ જોઈએ, હાલને હાલ ધંધો શરુ થઇ જ જવો જોઈએ. હાલને હાલ દુનિયામાં કશુય નથી મળતું.

આ સવાલ ક્યારે સર્જાય ? કે જ્યારે તમે લોકનિર્ણય થી કે, આડેધડ કેરિયરના નિર્ણયો લેતા આ મુકામે પહોંચ્યા હોય. જો આ સવાલ ના સર્જાય એવું તમે ઈચ્છતા હોય તો તમારે તમને જેમાં રૂચી હોય,જે કામ તમે મેહનતથી કરતા હોવ, એવા જ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. રસ્તાઓ આપ મેળે ખુલશે. સંઘર્ષતો તમામના જીવનમાં લખ્યો છે. લોકોના નિર્ણયોના પાયા ઉપર તમારા કેરિયરની ઈમારતના બાંધતા. તમારા દિલનું જ સંભાળજો કે શું કરવું અને શું ના કરવું. જીંદગી અમૂલ્ય છે. કોઈના નિર્ણયથી ભવિષ્ય નક્કીના કરશો. 


જીવનનું મહત્વ સમજવા માટે તમે કોઈ માણસનો છેલ્લો પત્ર વાંચો >> અલવિદા કહી ગયેલનો સંદેશ !


એક બીજી વાત, જે વિદ્યાર્થી પુસ્તકિયું જ્ઞાન મેળવીને એન્જીનીયર બન્યો હોય એના કરતા કોઈ વિદ્યાર્થી ITI માં એ જ વિષયને લગતો કોર્સ કરીને બહાર નીકળ્યો હોય તો તમે કયા વિદ્યાર્થીને તમે તમારી કંપનીમાં નોકરી આપો ??? આપણા દેશમાં જ ITI જેવી સંસ્થાઓને નકારવામાં આવે છે. ફિનલેન્ડ જેવા દેશોમાં ચા પીવા જાઓ તો ત્યાં નજર કરતા આવજો. ત્યાં જાણવા મળશે કે પુસ્તકિયા જ્ઞાન બહારનું શીખવવામાં આવે છે. 

બસ હવે પૂર્ણવિરામ મુકવા માંગુ છું. જેટલું મનમાં હતું આડેધડ લખી દીધું છે…આથી  કોમેન્ટમાં  પ્રતિભાવ આપજો કે કેવું લખ્યું છે, હાહાહા . મારા મિત્રો  ખુશાલી,આદિત્ય,સુરજ , હર્ષિલ ની ઈચ્છા પૂરી કરવા આ લેખ લખ્યો છે. જે  કેરિયર અંગેનો જે પણ નિર્ણય લો,એ દિલનું  સાંભળી ને લેજો ! 

12 COMMENTS

  1. ખરેખર એક યુવાન ને આ ઉમર માં થતો બહુ અઘરો પ્રશ્ન છે…
    સાચી વાત કે 8 પાસસ કરાવી દેવું એ ખરેખર તો મૂરખ સરકારનો આવો નિયમ જ છે.
    Knowledge and Skill base education in key for any nation’s development.

    • એજ ને ભાઈ ! આપણી સરકારના કારણે જ …હવે વર્ષેને વર્ષે રીઝલ્ટ પણ નીચું આવે છે.