૫. Have I been pwned ? 

HaveIBeenPwned.Com એ એક એવી વેબસાઈટ છે તમને તમારા ઈમેઈલ એડ્રેસ પરથી માહિતી આપી દે છે કે તમારું આ ઈમેઈલ એડ્રેસ પરથી બનાવેલું કોઈ બીજી વેબસાઈટ પરનું એકાઉન્ટ હેક થયું છે કે નહિ, અથવા કોઈ ડેટા લીક થયા ત્યારે તેમાં તમારા એકાઉન્ટની માહિતી લીક થઇ છે કે નહિ ?

આ ઉપરાંત આ વેબસાઈટ પર તમે તમારું ઈમેઈલ એડ્રેસ રજીસ્ટર કરાવી, જયારે લીક થાય ત્યારે નોટીફીકેશન પણ મેળવી શકો છો, જેથી તરત જ સાવચેતીના પગલા લઇ શકાય. આ વેબસાઈટ પર અત્યાર સુધી થયેલા મોટા ભાગના ડેટા લીકની માહિતી પણ છે. જેમાં ડેઈલીમોશન, ડ્રોપબોક્ષ, ફોર્બ્સ, લિન્ક્ઇન જેવી વેબસાઈટ પણ સામેલ છે. 

તમારું પોતાનું એકાઉન્ટ હેક થયું છે કે નહિ તે જોવા માટે સર્ચબોક્ષમાં ઈમેઈલ એડ્રેસ લખી એન્ટર કરવાનું રહેશે. જેના પર થી ખબર પડી જશે. ઉપરના ફોટોમાં મેં મારું નવું ઈમેઈલ એડ્રેસ લખ્યું છે, જેના જવાબમાં લખાયેલું આવ્યું કે… આ ઈમેઈલ ને લાગતો કોઈ ડેટા લીક નથી થયો. કારણકે મેં આ ઈમેઈલનો ક્યાય લોગીન કરવા માટે ઉપયોગ નથી કર્યો. 

હવે ફરીથી મેં મારું પોતાનું જુનું ઈમેઈલ નાખ્યું તો એમાં ઉપરના ફોટોમાં છે તે મુજબનું પરિણામ આવ્યું. જેમાં લખ્યું છે તે મુજબ બે વેબસાઈટના થયેલા ડેટાલીક માં મારા એકાઉન્ટની માહિતી પણ લીક થઇ છે. તે માહિતીમાં ક્યારે લીક થઇ હતી તે પણ લખ્યું છે. 

નીચે આપેલા સલામતીના પગલા અનુસાર હવે મારે જે તે સાઈટ પર જઈ પાસવર્ડ બદલવો જોઈએ ! 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here